કાઈટ ફેસ્ટિવલમાં પતંગની સાથે 3 વર્ષનું બાળક પણ આકાશમાં ઊંચે જતું રહ્યું...કાચાપોચા ન જોતા VIDEO
પતંગ ઉડાવવામાં ખુબ મજા આવે છે. એમા પણ કાઈટ ફેસ્ટિવલમાં જાત જાતની પતંગોને જોઈને બાળકો ખુબ ખુશ થતા હોય છે. જો કે આ દરમિયાન જો સાવચેતી ન રાખવામાં આવે તો ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હી: પતંગ ઉડાવવામાં ખુબ મજા આવે છે. એમા પણ કાઈટ ફેસ્ટિવલ (Kite Festival) માં જાત જાતની પતંગોને જોઈને બાળકો ખુબ ખુશ થતા હોય છે. જો કે આ દરમિયાન જો સાવચેતી ન રાખવામાં આવે તો ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે. આવું જ કઈંક તાઈવાન (Taiwan) ના કાઈટ ફસ્ટિવલમાં જોવા મળ્યું. એક નાનકડું બાળક પતંગ સાથે આકાશમાં ઉડવા માંડ્યું અને ત્યાં હાજર રહેલા લોકોના જીવ અધ્ધર થઈ ગયાં. જો કે રાહતની વાત એ હતી કે બાળકને હેમખેમ જમીન પર પાછું લાવવામાં આવ્યું અને તેને કોઈ નુકસાન થયું નથી.
તાઈવાનમાં રવિવારે સમુદ્રકિનારે વસેલા શહેર Nanliaoમાં કાઈટ ફેસ્ટિવલનું આયોજન થયું હતું. જેમાં ભાત ભાતના પતંગો લઈને પતંગ રસિયાઓ જોવા મળ્યાં હતાં. આકાશમાં લાંબા, મોટા, ભારે, હળવા અનેક પ્રકારના રંગબેરંગી પતંગોથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. મોટાઓની સાથે સાથે બાળકો પણ આ પતંગોની મજા લઈ રહ્યાં હતાં. પરંતુ અચાનક એક જાયન્ટ, લાંબી પૂંછડીવાળા નાલંગી રંગના પતંગની પૂંછડી સાથે અટવાઈને બાળક પણ આકાશમાં અધ્ધર જતું રહ્યું. જે જોઈને બધાના જીવ અધ્ધર થઈ ગયાં.
જુઓ VIDEO
રિપોર્ટ્સ મુજબ 3 વર્ષનું આ બાળક હવામાં અધ્ધર પતંગની પૂંછડી સાથે લટકીને પતંગ સાથે આમ તેમ અફળાતું જોવા મળ્યું હતું. ખુબ જદ્દોજહેમત બાદ તે ભારે ભરખમ પતંગને જમીન પર લાવવામાં સફળતા મળી અને બાળક સુરક્ષિત જોતા હાશકારો થયો.
નાનકડું બાળક આ ઘટનાથી ખુબ ગભરાઈ ગયું હતું જો કે સદનસીબે તેને કોઈ ઈજા થઈ નથી. આ પ્રકારના પતંગોત્સવમાં બાળકોને લઈ જઈએ તો ખુબ સાવધાની રાખવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે